જીલાની જીલાની
જીલાની જીલાની
અટુલા મુસાફિર ઓ તારા ઘણાં છે
વિશાળ આ ગગન પર સિતારા ઘણાં છે
દુખોમાં એ મજલે છે સંતોષ એથી
નથી એકલો હું બિચારા ઘણાં છે
એ જીરે મને મોટો ભરોસો તમારો
બગદાદ વાળા નોધારી નાવડી ને તારો
નાવડી મારી ડગમગ ઢોલે
મોજા ઉપર ચડી હિચકોલે
એ જીરે મારી મદદે તમેરે પધારો
બગદાદ વાળા નોધારી નાવડી ને તારો
પીરોના પીર છો રોશન ઝમીર છો
તાળો છો દુખડા તમે દસ્તગીર છો
એ જીરે મને જોઈએ છે કાદરી સહારો
બગદાદ વાળા નોધારી નાવડી ને તારો
મઘ દરિયામાં તુફાને ચડેયા
ચોધારા ઉપર વરસાદ પડેયા
એ જીરે મારી ડૂબતી બેલળીને તારો
બગદાદ વાળા નોધારી નાવડી ને તારો
કળિયુગમાં થશે કેમ ગુઝારો
સોચી રહ્યો છે સર્ગમ તમારો
એ જીરે મને પાર તમેરે ઉતારો
બગદાદ વાળા નોધારી નાવડી ને તારો
No comments:
Post a Comment